માંગ 225
માંગ
માંગ એટલે શું ?
અર્થશાસ્ત્રમાં માંગ એ ગ્રાહકો દ્વારા ચોક્કસ સમયગાળામાં ચોક્કસ ભાવે કોઈ વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા અને ક્ષમતા બંને દર્શાવે છે.
- કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા
- તે વસ્તુ ખરીદવા માટે પૂરતા પૈસા હોવા એટલે કે ખરીદવાની ક્ષમતા
- પૈસા ખર્ચવાની તત્પરતા
માંગ નો નિયમ
- માંગ નો નિયમ એ અર્થશાસ્ત્રના પાયાનો સિદ્ધાંતો તે દર્શાવે છે કે અન્ય પરિબળો યથાવત રહે તો કોઈ વસ્તુનો ભાવ વધે ત્યારે તેની માંગ ઘટે છે અને ભાવ વધે ત્યારે તેની માંગ વધે છે.
ભાવ વધે - માંગ ઘટે
ભાવ ઘટે - માંગ વધે
ભાવ અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે.
માંગની અસર કરતા પરિબળ
કોઈ વસ્તુની માંગ માત્ર તેના ભાવ પર જ નહીં પરંતુ અન્ય ઘણા પરિબળો પર પણ આધાર રાખે છે આ પરિબળો નીચે મુજબ છે.
(૧) ગ્રાહકની આવક
(૨) સંબંધિત વસ્તુઓના ભાવ
(a) અવેજી વસ્તુઓ
(b) પૂરક વસ્તુઓ
(3) ગ્રાહકોની રુચિ અને પસંદગી
(4) ભાવ અંગેની ભવિષ્યની અપેક્ષા
(5) વસ્તીનું કદ
અર્થશાસ્ત્રમાં માંગ ના ઘણા પ્રકારો છે જેને અલગ અલગ રીતે દર્શાવી શકાય છે.
(1) માંગ ની સ્થિતિસ્થાપકતા:
માંગ ની સ્થિતિસ્થાપકતા એ દર્શાવે છે કે કિંમત આવક કે અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં કેટલો ફેરફાર થાય છે.
(a) મૂલ્ય સાપેક્ષ માંગ
(b) સંપૂર્ણ મુલ્ય અનપેક્ષ માંગ
(c) એકમ મૂલ્ય સાપેક્ષ માંગ
(d) મૂલ્ય સાપેક્ષ માંગ
(e) મૂલ્ય અનપેક્ષા માંગ
(2) સમયગાળા આધારિત માંગ :
(a) ટૂંકા ગાળાની માંગ
(b) લાંબા ગાળાની માંગ
(3) અન્ય પ્રકારો :
(a) વ્યક્તિગત માંગ
(b) બજાર માંગ
(C) સંયુક્ત માંગ
(d) વ્યુત્પન્ન માંગ
(e) પ્રત્યક્ષ માંગ
Comments
Post a Comment