goodwill225
પાઘડી
પાઘડીનો અર્થ બે અલગ અલગ રીતે થાય છે
(૧) સામાન્ય અર્થ
(૨) હિસાબી પરિભાષામાં અર્થ
(૧) સામાન્ય અર્થ:
પાઘડી એટલે શુભેચ્છા તે કોઈ વ્યક્તિ કે સંસ્થા પ્રત્યે લોકોની સારી લાગણી સન્માન અને સદભવ દર્શાવે છે.
(૨) હિસાબી પરિભાષામાં અર્થ:
ગુડ વિલ એટલે કોઈ ધંધાની પરિભાષામાં આબરૂ , પ્રતિષ્ઠા અને બજારમાં તેની સારી છાપનું મૂલ્ય આ એક અદ્રશ્ય સંપત્તિ છે. જેને જોઈ કે સ્પર્શી શકાતી નથી પરંતુ તેનું નાણાકીય મૂલ્ય હોય છે.
પાઘડી ના મૂલ્ય પર અસર કરતા પરિબળો
(૧) ગ્રાહક આધાર
(૨) બ્રાન્ડ નામ
(૩) સ્થાન
(૪) વ્યવસાયની કાર્યક્ષમતા
ગુડવિલ નુ મહત્વ
- જ્યારે કોઈ કંપની બીજી કંપની ખરીદે છે ત્યારે સંપાદન કરતી કંપની ખરીદાયેલી કંપનીની મિલકતોના વાસ્તવિક મૂલ્ય કરતાં વધુ ચુકવણી કરે છે આ વધારાની રકમ ગુડવીલ તરીકે ગણવામાં આવે છે.
- ગુડવીલ એ ભવિષ્યમાં અપેક્ષા કરતાં વધુ નફો કમાવવાની ક્ષમતા દર્શાવે છે.
ઉદાહરણ:
કોઈ કંપનીના તમામ વિગતોનું મૂલ્ય રૂ 50 લાખ છે. જો ખરીદનારા કંપનીને કુલ રૂ 80 લાખમાં ખરીદે તો રૂ 30 લાખની વધારાની રકમ એ કંપનીની ગુડવીલ જણાવશે.
તેથી આ રૂ 30 લાખ તેના બ્રાન્ડ, ગ્રાહક સંબંધો અને બજારમાં પ્રતિષ્ઠા નું મૂલ્ય દર્શાવે છે.
ગુડવિલ ના પ્રકાર
( ૧) વ્પાવસાહિક પાઘડી
(૨) સંસ્થાકીય પાઘડી
(૧) વ્યવસાહિક પાઘડી
- મિલકત પ્રતષ્ઠા અને પ્રયત્નો.
- માલિક વગર ટ્રાન્સફર કરી શકાય નહિ.
(૨) સંસ્થાકીય પાઘડી
- કંપનીના બ્રાંડ,ગ્રાહક આધાર નો સમાવેશ થાય છે.
Comments
Post a Comment